Patan: પાટણના વાતાવરણમાં પલટો, ગરબા આયોજકોની વધી ચિંતા

|

Sep 26, 2022 | 10:17 PM

Patan: પાટણના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક વરસાદ થતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ગરબા રમવાને લઈને નિરાશા જોવા મળી છે. ખેલૈયાઓ માટે વિઘ્ન બનીને વરસાદ આવ્યો હોય તેવી લાગણી જોવા મળી છે.

પાટણ (Patan)ના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો, પાટણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ (Rain) નું આગમન થયુ હતુ. વરસાદ થતા નવરાત્રી (Navratri) આયોજકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયુ છે. વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ નિરાશ થયા છે. પાર્ટી પ્લોટ તેમજ અને જે ક્લબમાં ગરબાનું આયોજન થાય છે ત્યાં સમગ્ર મેદાન પાણી-પાણી ભરાઈ ગયા અને ગરબા રમવાની મજા બગડી ગઈ છે. મેદાનમાં કિચડ થઈ જતા નવરાત્રીના પ્રથમ દિવસે જ રંગમાં ભંગ પડ્યો છે. ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન બનીને આવ્યો છે. આ તરફ ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. બાગાયતી પાકોને અને શેરડી તેમજ મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં આજે અનેક શહેરોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં ખાંભા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જો સૌરાષ્ટ્રના ધોરાજીમાં વરસાદનું આગમન થયુ છે, જસદણમાં પણ બપોર બાદ વરસાદનું પડ્યો છે.

એકતરફ બે વર્ષ બાદ કોઈપણ પ્રતિબંધો વિના નવરાત્રીનું આયોજન થઈ રહ્યુ છે. ખેલૈયાઓ ઉત્સાહ સાથે રમવા માટે અધીરા બન્યા છે, ત્યારે વરસાદ થતા થોડી નિરાશાની લાગણી જોવા મળી છે. ત્યારે હવે નવરાત્રી દરમિયાન વરસાદ ન આવે તેવી પણ ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે. આ તરફ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયુ છે. હાલ તો વિદાય લઈ રહેલા ચોમાસા વચ્ચે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા નવરાત્રીની મજા બગડી શકે છે.

Next Video