PAPER LEAK : પ્રાંતિજ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજુ કરાશે, વધુ રિમાન્ડની માગ કરાશે

|

Dec 24, 2021 | 12:09 PM

હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કેસમાં ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. જેથી આજે પ્રાંતિજ કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવશે. આ સાથે આજે કોર્ટમાં ત્રણેય આરોપીને રજુ કરીને વધુ રિમાન્ડની માગણી કરાશે.

સાબરકાંઠાઃ હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કેસમાં ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. જેથી આજે પ્રાંતિજ કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવશે. આ સાથે આજે કોર્ટમાં ત્રણેય આરોપીને રજુ કરીને વધુ રિમાન્ડની માગણી કરાશે. નોંધનીય છેકે અમદાવાદથી ઝડપાયેલા ત્રણ આરોપી દિપક મહેન્દ્રભાઇ પટેલ, મંગેશ શશિકાંત શિરકે અને કિશોર કાનદાસ આચાર્યને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરાશે. આરોપીના અગાઉ 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા. ડીવાયએસપી દ્વારા આજે આરોપીના વધુ રિમાન્ડની માગ કરવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક કેસમાં ગુરુવારે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજુ આ ત્રણેય આરોપીઓની વિગતો પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી નથી, ટુંક સમયમાં જ પોલીસ દ્વારા આરોપીઓની વિગતો બહાર પાડવામાં આવશે.

નોંધનીય છેકે તો આ પહેલા બુધવારે સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે દાના ડાંગર, કેયુર પટેલ, કૃપાલી પટેલ, હિમાની દેસાઇ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ 21 આરોપીઓ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. એટલું જ નહિં પોલીસે દીપલ પટેલ પાસેથી 14 લાખ 10 હજાર રૂપિયા જ્યારે જયેશ પટેલ પાસેથી 20 લાખ રૂપિયા મળી આવ્યા છે. અત્યાર સુધી પોલીસે મોબાઇલ, વાહનો અને રોકડ મળી કુલ 78 લાખ 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા વધુ ચાર આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Video