PAPER LEAK : પેપર લીક કેસનું ભૂત હજુ ધુણી રહ્યું છે. ત્યારે ગઇકાલે કમલમ ખાતે આપના કાર્યકરો દ્વારા વિરોધને લઇને આ મુદ્દો ખુબ જ ગરમાયો છે. ત્યારે આ મામલે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક પત્રકાર પરિષદ યોજી હતી. અને, પેપર લીક કૌભાંડ મામલે આપના વિરોધ પ્રદર્શનો મામલે પાટીલે આક્ષેપો કર્યા હતા.
પાટીલે વધુમાં જણાવ્યું કે “પરીક્ષા પેપર લીક થવા મુદ્દે ગુનો દાખલ થયો છે. અધિકારીઓએ કડક હાથે કામ લઈ આરોપીઓને ઝડપી લીધા છે. આવો બનાવ બને ત્યારે વિવિધ પાર્ટીઓ ફરજના ભાગ પ્રમાણે આવે એ સ્વાભાવિક છે. પણ છાવણીમાં જવાની જગ્યાએ કમલમ પર જે રીતે ઘુસ્યા એ આવકાર્ય નથી. એવું બેહૂદુ વર્તન ના થવું જોઈએ.:
આ સાથે પાટીલે કહ્યું કે ” આ બનાવમાં જે પણ સડોવાયેલું છે કોઈ પણ ચબર બંધને છોડવામાં નહીં આવે. સરકારી સંસ્થાઓમાં રાજકીય લોકોની નિમણૂક થાય છે પરંતુ નિર્ણય એ અધિકારીઓ કરતા હોય છે. પેપરલીક અંગે ગુનો દાખલ થયો છે. CM કહેતા હતા કે કડક સજા કરાવીશું કે જેથી ચોરી કરવી કે પેપર વહેંચતુ લેવાની ઘટના ભવિષ્યમાં ન બને.”
“પરંતુ છાવણીમાં જઈને વિરોધ કરવાને બદલે ભાજપ કાર્યલય ખાતે કરે છે. રાજકીય પાર્ટી વિરોધ પક્ષ વિરોધ કરે તે ફરજ છે. આવો બનાવ ફરી ન બને તેવી અપેક્ષા રાખીએ છીએ. પક્ષમાં વોરાનું નામ સરાહનીય છે. જે આરોપી હશે કોઈને છોડવામાં નહિ આવે. બેદરકારી અને ગુનાહિત વસ્તુ અલગ છે.”
આ પણ વાંચો : PAPER LEAK : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો યુ-ટર્ન, કેમ હવે વિદ્યાર્થી નેતાએ સરકારી રાગ આલાપ્યો ?
Published On - 5:24 pm, Tue, 21 December 21