Panchmahal: ગૌચરની જમીનમાં માટી ચોરી કૌભાંડ મામલે કલેક્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા

|

May 06, 2022 | 9:43 AM

ગોધરા (Godhra) તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આ કૌભાંડ ઉજાગર થયુ છે. ત્યારે પંચમહાલ (Panchmahal) જિલ્લા કલેકટર દ્વારા આ માટી ચોરી કૌભાડ થયું હોવાનું સ્વીકાર કર્યો હતો.

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhara) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગૌચરની જમીનમાંથી ખાનગી કંપની દ્વારા માટી ચોરીનું (Sand theft Scam) મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. ગોધરા તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આ કૌભાંડ ઉજાગર થયુ છે. ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા આ માટી ચોરી કૌભાડ થયું હોવાનું સ્વીકાર કર્યો હતો. ત્યારે આ માટી ચોરી કૌભાંડમાં જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા હશે તો તેઓની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ગોધરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત એમ.સી.સી.કંપની દ્વારા હાલ દિલ્હી-મુંબઈ ગ્રીન કોરિડોર હાઇવેનાં નિર્માણની કામગીરી ખાનગી ચાલી રહી છે. ત્યારે આ કંપની દ્વારા ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગૌચરની જમીનમાંથી મસમોટું અને કરોડો રૂપિયાની માટી ચોરીનું કૌભાડ સામે આવ્યુ છે. ગોધરા તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આ કૌભાંડ બહાર આવતા હડકંપ મચી ગયો છે. ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા પણ માટી ચોરી થતી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે માટી ચોરી બાબતે જિલ્લા ખાણ ખનીજ વિભાગને સંપૂર્ણ કાર્યવાહી કરી માટી ચોરી અંગેની દંડની આકારણી કરી વિગતવાર રિપોર્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીએ પણ મસમોટા માટી ચોરી પ્રકરણમાં તપાસ શરૂ કરી છે. ત્યારે માટી ચોરી પ્રકરણમાં પંચાયત વિભાગના કયા અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને લઈ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ આ મસમોટા માટી ચોરી કૌભાંડમાં સંડોવાયેલા હશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહીના પણ આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ આપ્યા છે.

Next Video