TRB જવાનોને મુક્ત કરવાના આદેશનો અમદાવાદમાં પણ વિરોધ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 22, 2023 | 6:49 PM

TRB જવાનોની માગ છે કે તેમની નોકરી ન છીનવવામાં આવે. જો આમ થશે તો તેમની પાછળ તેમના પરિવારો પણ મુશ્કેલીમાં મુકાશે. તો રજૂઆત કરવા આવેલા TRB જવાનો ભાવૂક થતા પણ જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 6,400 હજાર TRB જવાનોને ક્રમશ છૂટા કરવાનો રાજ્ય પોલીસ વડાએ નિર્ણય કર્યો છે.

TRB જવાનોને મુક્ત કરવાના આદેશનો અમદાવાદમાં પણ વિરોધ જોવા મળ્યો છે. TRBના જવાનો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે. રાજ્ય પોલીસ વડા તરફથી કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ અને સરકારની રજૂઆત માટે મોટી સંખ્યામાં TRB જવાનો એકઠા થઇને કલેક્ટરને આવેદન આપ્યું હતું.

TRB જવાનોની માગ છે કે તેમની નોકરી ન છીનવવામાં આવે. જો આમ થશે તો તેમની પાછળ તેમના પરિવારો પણ મુશ્કેલીમાં મુકાશે. તો રજૂઆત કરવા આવેલા TRB જવાનો ભાવૂક થતા પણ જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 6,400 હજાર TRB જવાનોને ક્રમશ છૂટા કરવાનો રાજ્ય પોલીસ વડાએ નિર્ણય કર્યો છે. જેને લઇને ગુજરાત ભરના TRB જવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો અમદાવાદની વધુ એક નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઇયળ, જુઓ વીડિયો

વિધાર્થી નેતા યુવરાજસિંહે TRB જવાનોને આપ્યો ટેકો

અમદાવાદ કલેકટર ઓફીસ ખાતે એકઠા થયેલા TRB જવાનો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા હતા અને તેમના પ્રશ્નોને ટેકો આપ્યો હતો. યુવરાજસિંહે TRB જવાનોને મુક્ત કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવીને સરકારને ફેરવિચારણા કરવા વિનંતી કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 22, 2023 06:29 PM