દાહોદ : દેવગઢ બારીયાના પીપલોદમાં વિદ્યાર્થીનીની છેડતીની ઘટના, વિધર્મી યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

|

Mar 04, 2024 | 5:46 PM

શાળામાં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને વિધર્મી પરેશાન કરતો હતો. વારંવાર મોબાઈલથી મેસેજ કરી બળજબરીથી સંપર્ક માટે દબાણ કરતો હતો. સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતાં સગીરાના પિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દાહોદના દેવગઢ બારીયાના પીપલોદમાં વિદ્યાર્થીનીની છેડતીની ઘટના સામે આવી છે. પીપલોદમાં સગીર વિદ્યાર્થીનીને પરેશાન કરતા પરણિત વિધર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શાળામાં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને વિધર્મી પરેશાન કરતો હતો. વારંવાર મોબાઈલથી મેસેજ કરી બળજબરીથી સંપર્ક માટે દબાણ કરતો હતો.

સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરતાં સગીરાના પિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓને થતાં પીપલોદ મથકે દોડી આવ્યા હતા. હિન્દુ સંગઠનોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Video