Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ 400થી 600 રૂપિયા બોલાઇ રહ્યો છે. વેપારીઓનું માનીએ તો, હાલ ડુંગળીની આવક ઘટી છે. ગરીબોની ‘કસ્તૂરી' મોંઘી થઇ હોય તેવું કહેવામા આવી રહ્યું છે. ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. કારણ કે, ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. બે દિવસમાં પ્રતિકિલોએ રૂ.10થી 15નો વધારા સાથે 30થી 40 રૂપિયે કિલો ડુંગળી વેચાઇ રહી છે. આગામી દિવસોમાં કિલોએ 60થી 70નો ભાવ પહોંચે તેવી શક્યતાને લઈ લોકો ચિંતામાં મુકાયા છે.
ગરીબો અને મધ્યમવર્ગીયો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. કારણ કે, ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી ફરી મોંઘી થઇ છે. રાજકોટની વાત કરીએ તો, છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ રૂ.10થી 15નો વધારો નોઁધાયો છે.
તો છૂટક ડુંગળીની વાત કરીએ તો, છૂટક ડુંગળીમાં રૂ.30થી 40 રૂપિયે વેચાઇ રહી છે. જેનો ભાવ 60થી 70 રૂપિયા સુધી પહોંચી તેવની શક્યતા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ 400થી 600 રૂપિયા બોલાઇ રહ્યો છે.
આ પણ વાંચો : Rajkot Video: નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ પરિણીતાનું હાર્ટ એટેકથી મોત, હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા
વેપારીઓનું માનીએ તો, હાલ ડુંગળીની આવક ઘટી છે. તેની સામે માગ પણ વધી છે. સારી ડુંગળી હાલ આગળથી નથી આવી રહી. જેના પરિણામે ભાવમાં વધારો થયો છે. જો કે, દિવાળી બાદ ભાવમાં આંશિક રાહત મળે તેવું વેપારીઓ માની રહ્યા છે.
