Video : અમદાવાદના સારંગપુરમાંથી ઝડપાયુ MD ડ્રગ્સ, આરોપી અબ્દુલ વાઝિદ શેખની ધરપકડ

|

Jan 24, 2023 | 10:11 AM

Ahmedabad News : ગુજરાતમાંથી અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ ઝડપાવાનું હજુ પણ ચાલુ છે. અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.

એક તરફ યુવાધનને ડ્રગ્સના રવાડે ચ઼ડતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ ગુજરાતમાંથી અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ ઝડપાવાનું હજુ પણ ચાલુ છે. અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ અમદાવાદના સારંગપુર વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 32 ગ્રામ એમ ડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીનું નામ અબ્દુલ વાઝિદ શેખ છે. ત્યારે વોન્ટેડ આરોપી રાશિદની SOGએ પુછપરછ શરૂ કરી છે.

તો આ પહેલા ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં ઓખાના દરિયામાંથી 300 કરોડથી વધુના ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓ પકડાયા હતા. 30 વર્ષ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ એક મોટા ષડયંત્રને અંજામ પહેલા જ નિષ્ફળ બનાવ્યું હતુ અને કરોડોના ડ્રગ્સ સાથે ઘાતક હથિયારો ઝડપી પાડ્યા છે. ATSના પીઆઈને બાતમી મળી અને તરત જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.

કોસ્ટગાર્ડની મદદ લઈને દિલધડક ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ. આતંકી મનસુબા ધરાવતા ડ્રગ્સ માફિયાઓને ઝડપવા માટે બંને સુરક્ષા વિભાગોના અધિકારીઓ 6 દિવસ સુધી દરિયામાં 140 નોટિકલ માઈલ સુધી ફર્યા અને દરિયાઈ રોકાણ પણ કર્યું. આખરે બાતમી સાચી પડી અને બોટનું સિગ્નલ મળતા જ તેની ઘેરી લેવાઈ હતી અને નાપાક મનસુબા ધરાવતા પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને દબોચી લેવાયા હતા.

Published On - 10:10 am, Tue, 24 January 23

Next Video