કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ: નવસારીમાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું

|

Dec 12, 2021 | 10:08 AM

Navsari: રાજ્યમાં શનિવારે કોરોનાના કેસ 71 નોંધાયા. વધતી જતી કોરોનાની સંખ્યા ચિંતાજનક છે. એ સાથે નવસારીમાં વધુ એક બાળક કોરોના સંક્રમિત થતા ચકચાર મચી ગયો છે.

Navsari: નવસારી જિલ્લામાં ફરી કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ સપડાયા છે. જિલ્લામાં વધુ એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારીમાં વધુ એક બાળક કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી ગઈ છે. જણાવી દઈએ કે આ સાથે 11 નવેમ્બરે નવસારીમાં કોરોનાના વધુ 4 નવા કેસ નોંધાયા છે. જેમાં સરીખુર્દની આર.એન હાઈસ્કૂલના 17 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમામ તકેદારી હોવા છતાં વિદ્યાર્થી સંક્રમિત થયાનો દાવો છે.

વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ ફરીવાર એલર્ટ બન્યું છે. હાલ જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 24 પર પહોંચી છે. જણાવી દઈએ કે આ આંકડા 11 નવેમ્બર શનિવાર સુધીના છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શનિવારના રોજ કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 524 થઈ છે.જ્યારે 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

નવા નોંધાયાલે કેસની વાત કરીએ તો સૌથી વધુ કેસ જામનગરમાં 15 નોંધાયા છે. વડોદરામાં 14, સુરત અને અમદાવાદમાં 11-11 કેસ સામે આવ્યાં છે.જ્યારે કચ્છમાં 4, નવસારીમાં 4, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 3-3 કેસ નોંધાયા.તો દેવભૂમિ દ્વારકા 2, વલસાડમાં 2, ગાંધીનગર અને આણંદમાં એક-એક કેસ સામે આવ્યો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ખોખરાની આ વસાહતના સ્થાનિકોએ બેસાડ્યો ઉત્તમ દાખલો, જાતે જ દૂર કર્યા ઘર આગળના દબાણ, જાણો વિગત

આ પણ વાંચો: રાહતના સમાચાર : હવે માત્ર બે કલાકમાં ઓમિક્રોનનું પરીક્ષણ થશે, ICMRએ બનાવી 100 % પરિણામ આપતી ટેસ્ટ કીટ

Published On - 6:51 am, Sun, 12 December 21

Next Video