છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તા પર ચાલતા જ હાર્ટ એટેક આવતા શ્રમજીવી વૃદ્ધનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: May 20, 2023 | 7:48 AM

ગુજરાતના છોટા ઉદેપુરના નસવાડીમાં ખરમડા ગામના પિતા, પુત્રી, ભત્રીજો નસવાડીના ડુંગર ઉપર ટીમરું પાન વીણી માથે પોટલાં મૂકી જઈ રહ્યા હતા ઘર તરફ અચાનક સોમાભાઈ રાઠવાને હાર્ટ અટેક આવતા રસ્તા પર ઢળી પડ્યા

ગુજરાતના(Gujarat)  છોટા ઉદેપુરના નસવાડીમાં માથે પોટલું લઇને જતાં એક શ્રમજીવીને હાર્ટ એટેક(Heart Attack)  આવતા મૃત્યુ થયું છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ નસવાડી ટાઉન ના મુખ્ય રોડ ઉપરથી માથે પોટલું શ્રમજીવી જઇ રહ્યા હતા. જેમાં ત્રણ લોકોમાંથી વૃદ્ધ અચાનક ગબડી પડે છે. જો કે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને હાર્ટ એટેકના લીધે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં ખરમડા ગામના પિતા, પુત્રી, ભત્રીજો નસવાડીના ડુંગર ઉપર ટીમરું પાન વીણી માથે પોટલાં મૂકી જઈ રહ્યા હતા ઘર તરફ અચાનક સોમાભાઈ રાઠવાને હાર્ટ અટેક આવતા રસ્તા પર ઢળી પડ્યા

 

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો