Paper leak scandal મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર NSUIનો વિરોધ, કૌભાંડીઓ સામે કડક કાર્યવાહીની માગ

|

Dec 17, 2021 | 2:31 PM

નોંધનીય છેકે રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. જયારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ મામલે આસિત વોરાને પદ પરથી હટાવવા 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

હેડ ક્લાર્ક પેપર લીક કેસ મુદ્દે અમદાવાદમાં NSUIએ વિરોધ નોંધાવ્યો. ગુજરાત યુનિવર્સિટી બહાર NSUIના કાર્યકર્તાઓએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને પરીક્ષા રદ કરવા માગણી કરી હતી. સાથે જ ચીમકી ઉચ્ચારી હતી કે, જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ રસ્તા પર ટ્રાફિક જામ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

નોંધનીય છેકે રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ એની કબૂલાત કરી છે. આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.

Next Video