Ahmedabad: GTU દ્વારા ઑફલાઈન પદવીદાન સમારોહનું આયોજન, NSUIએ કર્યો વિરોધ

|

Jan 26, 2022 | 6:49 AM

ગુજરાતમાં 25 જાન્યુઆરીના રોજ કોરોનાના કેસમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 16,608 નવા કેસ નોંધાયા છે. તેમજ 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,303 કેસ નોંધાયા અને 10 દર્દીના મોત થયા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના(Corona) ના કેસ સતત મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad)માં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આમ છતાં અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

અમદાવાદ પર કોરોનાનું સંકટ ઘેરાયેલુ છે. દિવસે દિવસે મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેને લઇને અમદાવાદનું આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયેલુ છે. બીજી તરફ અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવાની તૈયારીઓ કરવામાં આવી. GTU દ્વારા ઑફલાઈન પદવીદાન સમારોહનું આયોજન થતા NSUIએ વિરોધ કર્યો છે.

NSUIએ GTUના કુલપતિ નવીન શેઠને આવેદન પાઠવ્યુ હતુ. તેમજ માગ કરી હતી કે, વર્ચ્યુઅલ માધ્યમથી પદવીદાન સમારોહ યોજવામાં આવે. NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને GTUમાં આ રીતે પદવીદાન સમારોહ યોજવામાં આવશે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થશે. જેના કારણે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે. જેથી GTU દ્વારા ઑફલાઈન પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવે.

મહત્વનું છે કે ગુજરાતમાં 25 જાન્યુઆરીના રોજ કોરોનાના કેસમાં વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 16,608 નવા કેસ નોંધાયા છે. તેમજ 28 લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,303 કેસ નોંધાયા અને 10 દર્દીનાં મોત થયા છે.

આ પણ વાંચો- સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

આ પણ વાંચો- Ahmedabad : માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો, કુલ સંખ્યા 188 થઈ

Next Video