વતનના લોકોની અનોખી સેવા : અમેરિકાના રહેવાસી ગુજરાતીએ સ્વખર્ચે 120 લોકોને કરાવી ચારધામ યાત્રા

|

May 18, 2022 | 9:21 AM

Ahmedabad : વિદેશમાં રહેવા છતાં ગુજરાતી પરિવારો પોતાના લોકોની ચિંતા કરી અને સૌને ચારધામની યાત્રા કરાવી રહ્યા છે.

Ahmedabad News :ઘણા લોકો વિદેશમાં(NRI)  રહેવા છતાં વતનના લોકોની સેવા અચૂક કરતા હોય છે, ત્યારે અમેરિકામાં રહેતા એક પરિવારે સ્વખર્ચે વતનના 120 લોકોને ચારધામની યાત્રા કરાવી છે. વાત છે ઝીંઝુવાડાના વતની ઘનશ્યામસિંહ ઝાલાની. જેઓ અમેરિકામાં(America)  સ્થાયી છે છતાં પોતાના ખર્ચે વતનના લોકોની સેવા કરી રહ્યા છે. આ 120 લોકો અમદાવાદ રેલવે સ્ટેશનેથી ચારધામની (Chardham Yatra)  યાત્રાએ જવા રવાના થયા હતા. પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય જ્યંતીને લઈ ઘનશ્યામસિંહ દ્વારા આ સેવા કરવામાં આવી. આમ વિદેશમાં રહેવા છતાં ગુજરાતી પરિવારે પોતાના લોકોની ચિંતા કરી અને સૌને ચારધામની યાત્રા કરાવી રહ્યા છે. તો યાત્રાએ જનારા સૌ કોઈના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.

હવેથી સ્વાસ્થ્યની ચકાસણી બાદ જ કરી શકશો ચારધામ યાત્રા

હાલ ઉત્તરાખંડમાં (Uttrakhand) ચાલી રહેલી ચાર ધામ યાત્રા માટે ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે, જો કે બીજી તરફ ચિંતાજનક વાત એ છે કે અહીંયા ભાવિકોના થઈ રહેલા મોતની સંખ્યા પણ વધી રહી છે.છેલ્લા 12 દિવસમાં 31 ભાવિકોના મોત થઈ ચુકયા છે અને રાજ્યના હેલ્થ વિભાગના (Health Department) ઉચ્ચાધિકારી ડો.શૈલજા ભટ્ટનુ કહેવુ છે કે, ભાવિકોના મોતના કારણ માટે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જવાબદાર છે. હવે ચાર ધામ યાત્રાએ આવતા લોકોના હેલ્થની ચકાસણી કરવા માટે રૂટ પર કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબમોતને ભેટેલા ભાવિકો પૈકી યમુનોત્રીમાં 12 લોકો મોતને ભેટ્યા છે.

જ્યારે ગંગોત્રીમાં 3 લોકોના મોત થયા છે.બીજી તરફ ભાવિકોનો ધસારો યથાવત છે. ચારધામ યાત્રા શરૂ થયાના ગણતરીના દિવસોમાં દર્શન કરનારા ભાવિકોની સંખ્યા દોઢ લાખ થઈ ચુકી છે.આથી હવે ભાવિકાના સ્વાસ્થ્યની ચકાસણી બાદ જ તેને યાત્રાની પરવાનગી આપવામાં આવશે.

Next Video