અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડો થતા શહેરીજનોએ અનુભવી રાહત
અમદાવાદમાં (Ahmedabad) ઓગસ્ટ મહિનામાં 15 વર્ષ સુધીના સવા સો જેટલા બાળકોમાં સ્વાઈન ફ્લૂ (Swine flu) દેખાતા વાલીઓ ચિંતામાં હતા. જો કે હવે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં જુદા જુદા રોગચાળાએ જાણે માઝા મુકી છે. એક તરફ કોરોના (Corona) મહામારીમાંથી હજુ તો માંડ થોડી રાહત મળી છે. ત્યાં હવે ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં અન્ય રોગચાળા સાથે સ્વાઈન ફલૂના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ઓગસ્ટ માસના સ્વાઈન ફલૂના કેસમાં ખૂબ જ વધારો નોંધાયો છે. જો કે હવે સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરીજનો રાહત અનુભવી રહ્યા છે.
સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડો
વરસાદી સિઝનમાં અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં રોગચાળો વકર્યો છે. એમાં પણ અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં 15 વર્ષ સુધીના સવા સો જેટલા બાળકોમાં સ્વાઈન ફ્લૂ દેખાતા વાલીઓ ચિંતામાં હતા. જો કે હવે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સિવિલ હોસ્પિટલમાં હજુ પણ સ્વાઇન ફ્લૂના 7 દર્દીઓ ઓક્સિજન પર છે. ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 40થી 50 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 30 ટકા જેટલા દર્દીઓ ICUમાં દાખલ છે. એક સમયે ખાનગી હોસ્પિટલમાં 100થી વધુ દર્દીઓ દાખલ હતા. જો કે હવે સ્વાઇન ફ્લૂના કેસમાં આંશિક ઘટાડો નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે.
સ્વાઈન ફ્લૂના લક્ષણો
સ્વાઈન ફ્લૂ એ ડુક્કર દ્વારા ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ દરમિયાન છોડવામાં આવતા ટીપાઓ દ્વારા તેમજ ચેપગ્રસ્ત સપાટીના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે.