Gujarat Election 2022: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠક માટે સમર્થકો સાથે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યું

|

Nov 14, 2022 | 12:50 PM

જામનગર (Jamnagar) ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જામનગર ઉત્તર વિધાનસભાની બેઠકના ઉમેદવાર રિવાબા જાડેજાએ ફોર્મ ભર્યુ છે. રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ભાજપ તેમજ કોંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. જામનગરમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જામનગર ઉત્તર વિધાનસભાની બેઠકના ઉમેદવાર રિવાબા જાડેજાએ ફોર્મ ભર્યુ છે. રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે.

ગુજરાત ઇલેકશન 2022 : રિવાબા સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા

રિવાબા જાડેજાએ પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર ઉત્તરની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. રિવાબાના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રિવાબાના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ફોર્મ પ્રક્રિયામાં શહેરીજનોને જોડાવવાની અપીલ કરી હતી.

ગુજરાત ઇલેકશન 2022 : સામાજિક પ્રવૃત્તિ સાથે લોક સંપર્ક શરૂ કર્યો હતો

રિવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા હતા. રિવાબા જાડેજા ભાજપમાં જોડાયા બાદ તેઓએ સામાજિક પ્રવૃત્તિ સાથે પોતાનો લોક સંપર્ક શરૂ કર્યો હતો. રિવાબા જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે લોકોનો સંપર્ક કરી સેવાકીય પ્રવૃતિ કરતા હતા એ વાત સ્પષ્ટ દેખાતી હતી કે રિવાબા આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ જે રીતે જિલ્લાભરનો પ્રવાસ કરતા હતા તેનાથી આ તૈયારી લોકસભા માટેની હોય તેવું લાગતું હતું પરંતુ હવે જ્યારે તેઓની ટિકિટ વિધાનસભા માટે જાહેર થઈ છે ત્યારે આ છેદ ઉડી ગયો છે.

Next Video