Kheda: નડિયાદમાં ક્રિષ્ના હિંગવાળાને ત્યાં NIAનું સર્ચ ઓપરેશન, દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાથી સઘન તપાસ

|

Sep 06, 2022 | 10:36 AM

સોમવારે નડિયાદમાં ક્રિષ્ના હિંગવાળાને ત્યાં NIAએ સર્ચ ઓપરેશન (Search operation) હાથ ધર્યું હતુ. સોમવારે 7 કલાક સુધી ચાલેલી તપાસ કાર્યવાહીમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.

ખેડા (Kheda) જિલ્લાના નડિયાદમાં (NID) પ્રખ્યાત ક્રિષ્ના હિંગવાળાને ત્યાં NIAની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન (Search operation) હાથ ધરવામાં આવ્યુ છે. સોમવારે વહેલી સવારથી જ NIA દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાથી આ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિદેશમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ એનઆઇએનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

સોમવારે નડિયાદમાં ક્રિષ્ના હિંગવાળાને ત્યાં NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. સોમવારે 7 કલાક સુધી ચાલેલી તપાસ કાર્યવાહીમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. જોકે NIA સત્તાવાર કંઈ બોલવા તૈયાર નથી. ક્રિષ્ના હિંગવાળાની સાથે સાથે NIAએ ન્યૂ ભારત હિંગ સપ્લાઈંગ કંપનીમાં પણ તપાસ કરી હતી. જેના માલિક અસ્મા પઠાણ દિલ્લી વકફ બોર્ડના ગુજરાતના સભ્ય છે. તેમના ઘરે અને કંપનીમાં એજન્સીએ તપાસ કરી હતી. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોનું માનવું છે. આ ટ્રાન્ઝેક્શન કોને કોને કરવામાં આવ્યા અને કયા હેતુસર કરવામાં આવ્યા તે જાણવા એજન્સીની તપાસ ચાલી રહી છે. તપાસના અંતે ચોંકાવનારા અને મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

મહત્વનું છે કે, નડિયાદ ન્યૂ ભારત હિંગના માલિક અસ્મા પઠાણ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને હાલ વકફ બોર્ડના સભ્ય છે. અસ્મા પઠાણની હિંગ કંપની દ્વારા દેશ-વિદેશમાં હિંગનો મોટાપાયે વેપાર છે. કરોડોનું ટર્નઓવર ધરાવે છે. કંપનીના માધ્યમથી કરોડોના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાની આશંકાના પગલે NIAની ટીમે દરોડા પાડ્યા હતા.

Next Video