Mehsana: મહેસાણામાં જુગાર રમવાનો નવો કીમિયો, અડ્ડો નહીં, ઓન ધ વે જુગારધામ ઝડપાયુ, જુઓ Video
કડી વિસ્તારમાંથી એક ટ્રકને રોકીને તલાશી લેતા અંદર જુગાર ધામ ચાલતુ ઝડપાયુ હતુ. જુગારીઓ જુગાર રમતા અને ટ્રક હાઈવે પર દોડતી રહેતી હતી. આમ હરતા ફરતા જુગાર રમવાના નવા નુસખાનુ આયોજન કરનારા 7 શખ્શોને પોલીસે જેલના હવાલે કર્યા છે. આ જુગારીઓને જુગાર રમાડનારો સંચાલક બનાસકાંઠાનો હતો અને કડી છત્રાલ રોડ પરથી પસાર થવા દરમિયાન પોલીસે ટ્રકને ઝડપી લઈ જુગારધારોનો ગુનો નોંધ્યો છે.
મહેસાણા જિલ્લામાં જુગાર રમવાનો નવો નુસખો સામે આવ્યો છે. હાલમાં શ્રાવણના બહાને જુગારીઓ અનેક ઠેકાણે જુગાર રમતા હોવાનુ પોલીસ ઝડપી રહી છે. વિશેષ તકેદારીના ભાગરુપે પોલીસ દ્વારા જુગારીઓને ઝડપી લવામાં આવતા હોય છે. આ માટે પોલીસ માટે અવનવા પડકારો પણ જુગારીઓને ઝડપવા માટે સામનો કરવો પડે છે. મહેસાણા પોલીસે ટ્રકમાં બેસીને જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે. ઉભેલી નહીં પરંતુ હરતી ફરતી ટ્રકમાં બેસીને જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી લીધા છે.
વાત કડીની છે. કડી વિસ્તારમાંથી એક ટ્રકને રોકીને તલાશી લેતા અંદર જુગાર ધામ ચાલતુ ઝડપાયુ હતુ. જુગારીઓ જુગાર રમતા અને ટ્રક હાઈવે પર દોડતી રહેતી હતી. આમ હરતા ફરતા જુગાર રમવાના નવા નુસખાનુ આયોજન કરનારા 7 શખ્શોને પોલીસે જેલના હવાલે કર્યા છે. આ જુગારીઓને જુગાર રમાડનારો સંચાલક બનાસકાંઠાનો હતો અને કડી છત્રાલ રોડ પરથી પસાર થવા દરમિયાન પોલીસે ટ્રકને ઝડપી લઈ જુગારધારોનો ગુનો નોંધ્યો છે.