લોકસભાની ચૂંટણીને લઈ શું છે નવસારીના મતદારોનો મિજાજ! સ્થાનિક મુદ્દાઓ કેટલા હાવી રહેશે, જુઓ Video

|

Mar 13, 2024 | 9:34 PM

તમામ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ પોતપોતાનાં ઉમેદવારોને મેદાને ઉતારવા કામે લાગી છે. ત્યારે આ વચ્હે Tv9 દ્વારા આગામી ચૂંટણીને લઈ લોકોનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. નસવારી લોકસભા બેઠક પર કયા પ્રકારની સ્થિતિ છે અને લોકોની શું માંગ છે તેને લઈને મહત્વની માહિતી આ મતદારોના મિજાજમાં જોવા મળી છે.

દેશના રાજકારણમાં રાજકીય રંગો જામી રહ્યા છે આરોપ પ્રતિ આરોપ અને વિકાસની રાજનીતિ શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની આડે હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોનો મિજાજ કંઈક અલગ જ છે ક્યાંક રાષ્ટ્રીય નીતિઓ બાબતે આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. જ્યારે સ્થાનિક મુદ્દાઓ હજુ ઉકેલવાના બાકી છે તેની પુર્ણાહુતિ થાય તેવી અપેક્ષા મતદારોમાં જન્મી છે. નવસારી શહેરનો વિકાસ અને સાથે રોજગારીની તકો ઉભી થાય તેવી આશા અપેક્ષાઓ સ્થાનિક મતદારો રાજનેતાઓ પાસે રાખી રહ્યા છે.

 

Next Video