Navsari : નવા નીરની આવક સાથે અંબિકા નદીના દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા

|

Jun 22, 2022 | 9:56 AM

દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજા (rain) એ શરૂઆતી સમયમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. ચાલુ વર્ષે ચોમાસામાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો.

નવસારી(Navsari)માં મેઘરાજાએ કૃપા વરસાવતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. આથી નવા પાણીની આવકને પગલે તંત્ર દ્વારા દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમના કુલ 40માંથી 20 દરવાજા ખોલી નાખવામાં આવતા નદીકાંઠે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દર વર્ષે ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીને લીધે પૂરની પરિસ્થિતિ સર્જાય છે જેથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે અંબિકા એ ભારતના ગુજરાત રાજ્યની મુખ્ય નદીઓ પૈકીની એક છે. આ નદીનું મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સાપુતારા પર્વતમાળામાં છે. અંબિકાનો વિસ્તાર 2715 કિમી છે અને તે અરબી સમુદ્ર સાથે મળતા પહેલા 136 કિમીનો પ્રવાસ કરે છે.

દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજા (rain) એ શરૂઆતી સમયમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. ચાલુ વર્ષે ચોમાસામાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો.  વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી દેખાઈ હતી. તો ડાંગ જિલ્લામાં પણ સારુ પાણી મળ્યું છે.  ખેડૂતોમાં વરસાદના પગલે આનંદની લાગણી છવાઈ હતી. ડાંગરની ખેતી માટે સારા વરસાદની જરૂર હોય છે. હાલ વરસાદે વિરામ લીધો છે જોકે સારા વરસાદના અનુમાન પણ લગાવાયા છે. ડાંગ જિલ્લામાં મેઘસવારીએ વાતાવરણમાં પલટો લાવી હતી. ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ બાદ  સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ છવાયો હતો. સાપુતારાની તળેટી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. આહવા, વઘઇ અને સુબિરમાં વરસાદ  હાજરી પુરાવી ચુક્યો છે.

 

Published On - 9:55 am, Wed, 22 June 22

Next Video