વરસાદના વિરામ છતાં નવસારી(Navsari) શહેરમાં પૂરના પાણી ઓસર્યા નથી. નદીઓમાં પૂરના કારણે નવસારી શહેરનો 30 ટકાથી વધુ હિસ્સો પાણીમાં ગરક્યો હતો. આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું chએ જોકે ભારે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી જાહેર કરવામાં આવતા ચિંતા હજુ ટળી નથી. ભારે વરસાદ દરમ્યાન નવસારી જિલ્લાની જીવા દોરી સમાન જૂજ અને કેલિયા ડેમ થયા ઓવરફ્લો થયા હતા. તંત્ર દ્વારા 40 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિના કારણે કુલ પાંચ લોકોના મોત નિપજ્યા ચેહ. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામે કામ કરતા અને પૂરના પાણીના કારણે તણાયેલા યુવાનો બીજા દિવસે પણ પત્તો મળ્યો નથી.
આજે સતત બીજા દિવસે પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે જે હાલ ૨ફુટ ઉપર ૨૫ ફૂટના સ્તરે વહી રહી છે. પૂર્ણા નદીની સપાટી વધતા નવસારી શહેર ના ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરમાંથી ૨ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાન્તર કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લા રાત્રે 10 થી સાવરે 06 સુધી વરસાદની સ્થિતિ
જિલ્લામાં આવેલી નદી ઓની સપાટી
જિલ્લામાં આવેલા ડેમો ની સપાટી
Published On - 10:28 am, Wed, 13 July 22