Navsari : પૂર ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ, 213 મેડિકલ ટીમે ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો

|

Jul 20, 2022 | 2:18 PM

નવસારી તાલુકાના 13 ગામોમાં 1350 અસરગ્રસ્તોને રૂપિયા પોણા  લાખની કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 13 જેટલી જુદી જુદી ટીમો બનાવીને 112 જેટલા ઘરવખરીના નુકશાનનો સર્વે કરાયો હતો.

નવસારી(Navsari)ના 15 વિસ્તારોમા પૂર્ણા નદીના પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ અને નવસારી પાલિકાની ટીમ સતર્ક બની છે..સુરત મહાનગરપાલિકાના સહયોગથી આરોગ્ય વિભાગની 213 મેડિકલ ટીમ ડોર ટુ ડોર સર્વે કરી રહી છે તો બીમાર લોકોને ઝડપથી સારવાર મળે તે માટે 111 મેડિકલ કેમ્પ કાર્યરત કરાઈ છે. પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કરાયું છે. આરોગ્ય તંત્રએ દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

નવસારી તાલુકાના 13 ગામોમાં 1350 અસરગ્રસ્તોને રૂપિયા પોણા  લાખની કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 13 જેટલી જુદી જુદી ટીમો બનાવીને 112 જેટલા ઘરવખરીના નુકશાનનો સર્વે કરાયો હતો. હજુ પણનુકસાન અને આરોગ્ય સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરમાં રોગચાળો ન ફાટી નીકળે તે માટે ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાં  તંત્ર દ્વારા ડીડિટી પાવડરનો છંટકાવ, પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણી સાથે જ 5 લાખ ક્લોરીનની ટેબ્લેટ શહેરના પુર પ્રભાવિત વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્યવિભાગ દ્વારા ક્લોરીનયુક્ત પાણી પીવા લોકોને સલાહ આપવામાં આવી હતી.

નવસારીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.  ત્રણ દિવસ વરસાદના કારણે  નવસારી શહેરના 50 ટકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નવસારીમાં ઠેર-ઠેર પાણી જ જોવા મળી રહ્યું હતું. ખેતરો, રસ્તા અને ઘર સમગ્ર પાણી-પાણી ભરાયા હતા.ખેતીને પણ ભારે નુકસાન થયું છે.

Published On - 2:18 pm, Wed, 20 July 22

Next Video