Navsari : વિધાનસભા ચૂંટણી પહેલા પીવાના પાણીનો મુદ્દો રાજનીતિનો અખાડો બન્યો, કોંગ્રેસ અને ભાજપના સામસામે આક્ષેપ

|

May 10, 2022 | 10:06 AM

ઉલ્લેખનીય છે કે ભરઉનાળે પાણીની પારાયણ નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે છે. શહેરમાં ઓછા દબાણ અને ડહોળા પાણીની સમસ્યાને કોંગ્રેસ મુદ્દો બનાવી રહી છે તો ભાજપ સમસ્યા ન હોવા છતાં કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યું છે.

પાણીએ પાયાની જરૂરિયાત છે. ઉનાળો આવતા જ પાણીની પારાયણ (Water Crises)શરૂ થઈ જાય છે. નવસારી-વિજલપોર(Navsari)શહેરમાં 60 કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ પણ શહેરમાં 70 ટકા વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નવસારી શહેરમાં શહેરને મીઠું પાણી આપવા 3.75 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી યોજના હાલ વધારા સાથે યોજના 35 કરોડ ના આંકને પાર કરી ગઈ છે. વિજલપોર પાલિકામાં પણ વર્ષ 2009માં 18 કરોડની યોજના હતી જેમાં પણ ઘણો વધારો થયો છે અને બંને શહેરોની વાત કરીએ તો શહેરીજનોને પીવા માટે મીઠા પાણીની યોજના 60 કરોડથી વધુની થઈ છે. નવસારી-વિજલપોર શહેરના ઘણા વિસ્તારોમાં ઓછા દબાણે કે ડહોળું પાણી આવતુ હોવાની ફરિયાદો ઉઠી રહી છે જ્યારે વિજલપોરની પાણી યોજના વર્ષો વિત્યા બાદ પણ કાર્યરત થઈ શકી નથી.

પાણી પાછળ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ 70 ટકા વિસ્તારોમાં પાણી ન હોવાના આક્ષેપો સાથે નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં નવસારીને પાણી આપો, નવસારીને ન્યાય આપો જેવા નારાઓ સાથે રેલી કાઢી હતી. સતત પાણીને લઈ ફરિયાદો ઉઠતા નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસે પાલિકાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી આ સામે પાલિકાના વોટરપાર્ક ચેરમેને છેલ્લા એક વર્ષથી પાણીની નવસારી શહેરમાં કોઈ સમસ્યા ન હોવાનું જણાવી કોંગ્રેસના આક્ષેપને ગેરવાજબી ગણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભરઉનાળે પાણીની પારાયણ નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે છે. શહેરમાં ઓછા દબાણ અને ડહોળા પાણીની સમસ્યાને કોંગ્રેસ મુદ્દો બનાવી રહી છે તો ભાજપ સમસ્યા ન હોવા છતાં કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યું છે.

Next Video