Navsari : સ્વાદપ્રિય લોકો માટે માઠાં સમાચાર, કુદરતનો કહેર કેરીની મિઠાશ ફિક્કી પાડી રહ્યો છે

|

Jun 02, 2022 | 2:21 PM

મોટા આંબા વાડીધારકો ઈજારા પદ્ધતિથી આંબાવાડી આપતા હોય છે. જો કે દર વખતે 12 લાખમાં લેવાતો ઇજારો આ વખતે ફક્ત ૭૦ હજારમાં જ આપવામાં આવ્યો છે. જેનાથી હાલ કેરી નહિવત પ્રમાણમાં બજારમાં આવી રહી છે.

કેરી(Mango)નો પાક લેવા માટે ઓછામાં આછા પાંચ વર્ષની ધીરજ રાખવી પડે છે. પણ દક્ષિણ ગુજરાતના આંબાંવાડીના ઈજારદારો માટે ધીરજના ફળ કડવા સાબિત થઈ રહ્યા છે.કુદરતના સતત કહેરને કારણે કેરીના પાકમાં ભારે નુકસાની પહોંચતા બાગાયાતી ખેડૂતો ચિંતાતુર થયા છે. આંબાઓ પર જાણે કે આ વખતે કેરી રીસાણી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેથી કરીને કેરીનો સ્વાદ આ વખતે મોંઘો અને ભાગ્યે જ ચાખવા મળશે. શરૂઆતના સમયમાં વાતાવરણ ઘણું જ અનુકૂળ હતું. પણ માવઠા, પવન અને ગરમીને કારણે કેરીને મોટા પાયે નુકસાન થયાનો ખેડૂતોનો દાવો છે. ગત વર્ષની સરખામણીમાં તો આ વર્ષે માત્ર 20 ટકા ઉત્પાદન થયું હોવાનો ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

મોટા આંબા વાડીધારકો ઈજારા પદ્ધતિથી આંબાવાડી આપતા હોય છે. જો કે દર વખતે 12 લાખમાં લેવાતો ઇજારો આ વખતે ફક્ત 70 હજારમાં જ આપવામાં આવ્યો છે. જેનાથી હાલ કેરી નહિવત પ્રમાણમાં બજારમાં આવી રહી છે. વારંવાર કેરીના ખેડૂતોને થતું નુકસાનને પહોંચી વળવા સરકાર ખેડૂતોની મદદે આવે તેવી ખેડૂતોની માંગ છે. 45થી વધુ જેટલા ગામના ખેડૂતોને સરકારી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ બાગાયતી વિસ્તારોમાં કેરીના પાકને જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે આગામી સમયમાં કેરીનો પાક લેવો કે નહીં તે અંગે મૂંઝવણ સેવી રહ્યા છે. કેરીનો પાક લેવા પાંચ વર્ષ જેટલી ધીરજ આંબામાલિકા રાખતા હોય છે પણ હવે ખેડૂતોની ધીરજ ખુટી છે. તેમને હવે ધીરજના ફળ ખાટા લાગવા માંડ્યા છે.

Published On - 2:21 pm, Thu, 2 June 22

Next Video