Navsari : રખડતા પશુઓ સામે કાર્યવાહી ન કરનાર પાલિકા સામે પોલીસ ફરિયાદ કરાઈ, પાલિકાએ વ્યક્ત કરી આ લાચારી

|

Jul 27, 2022 | 10:00 AM

આમ તો રખડતા પશુઓને પકવાની જવાબદારી પાલિકાની છે પરંતુ પાંજરાપોળ પશુઓને સ્વિકારતા ન હોવાના બહાના હેઠળ પાલિક પશુઓને પકડતી નથી.

નવસારી(Navsari)માં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. શહેરમાં મુખ્ય માર્ગો પર અડીંગો જમાવી બેસતા પશુઓ વાહન ચાલકો માટે આફતરૂપ બન્યા છે. બેફામ દોડતા અને રસ્તા ઉપર ગમે ત્યાં અડચણ ઉભી કરવાના કારણે અકસ્માતનું કારણ બનતા આ પશુઓ ઘણા લોકોને ઈજાગ્રસ્ત કરે છે તો ગંભીર ઇજાગ્રસ્તોને જાનથી હાથ ધોવાનો વારો પણ આવે છે. તાજેતરમાં જ રખડતા ઢોરને કારણે એક મહિલા મોપેડ ઉપરથી પટકાઈ હતી. આ મહિલા ઈજાગ્રસ્ત પણ થઇ હતી. આ આખી CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ મહિલાના પરિવારે પાલિકાના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા પોલીસમાં અરજી પણ આપી હતી. આમ તો રખડતા પશુઓને પકવાની જવાબદારી પાલિકાની છે પરંતુ પાંજરાપોળ પશુઓને સ્વિકારતા ન હોવાના બહાના હેઠળ પાલિક પશુઓને પકડતી નથી.આ રખડતા ઢોરની સમસ્યામાંથી ઉગારવા વહેલી તકે પગલા લેવામાં આવે એવી લોકો તંત્ર પાસે માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રખડતા ઢોર અંગે પ્રજાજનો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. કોઈને કોઈ બહાના હેઠળ આ મામલે અસરકારક પગલા લેવામાં આવતા નથી. રખડતા ઢોર જે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે તો જે ગમે ત્યારે તમારા પર હુમલો કરીને તમને ઘાયલ કરી શકે છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી!!! માત્ર નવસારી નહિ પરંતુ અમદાવાદ સહીત રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા પશુઓ વાહનચાલકો માટે શિરોવેદના સમાન બની ગયા છે.

Next Video