Rajkot : કાગવડ ખોડલધામના બેનર હેઠળ રાજ્યભરમાં 35 સ્થળે નવરાત્રીનું (Navratri) આયોજન કરવામાં આવશે. નવરાત્રીની તૈયારીને લઇ ખોડલધામના પ્રવક્તાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ખોડલધામના નેજા હેઠળ રાજ્યભરમાં 35 સ્થળે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવશે. આયોજન સ્થળે મેડિકલ ઈમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખશે. એટલું જ નહીં ખેલૈયાઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ખોડલધામ ખાસ આયોજન કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઇ રાજકોટમાં ગરબા આયોજકો સતર્ક બન્યા છે. ગરબા રમતા રમતા યુવાનોને હાર્ટ એટેક આવતી અનેક ઘટના બનતા ગરબા આયોજકોએ સાવચેતીના પગલા લીધા છે. ત્યારે ગરબાના આયોજન સ્થળે જો કોઈને હાર્ટએટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નિષ્ણાંત ડૉકટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવશે. કોઈને હાર્ટએટેક આવે તો તાત્કાલિક ગરબા ગ્રાઉન્ડમાં જ સારવાર મળી રહેશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:46 pm, Mon, 2 October 23