નર્મદા : સરદાર સરોવર ડેમમાં કામદાર પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું , જુઓ વીડિયો

|

Mar 06, 2024 | 9:30 AM

નર્મદા : ગુજરાતની જીવાદોરો સમાન સરદાર સરોવર ડેમની તળેટીમાં એક કામદાર ઊંડા પાણીમાં ગરકી જતા લાપતા થયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત કરી શોધખોળ કરવા છતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ સંદર્ભે પોલીસે મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડી તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કોન્ટ્રાક્ટર હરેશકુમાર અંબાલાલ પટેલ દ્વારા પોલીસને આપવામાં આવેલી માહતી અનુસાર તેમનો એક કામદાર ત્રુષીકકુમાર યોગેશભાઇ તડવી સરદાર સરોવર ડેમની નીચેની સાઇડે સ્ટીલીંગ બેઝીંગ પાસે કામ કર કરવા મોકલવામાં આવ્યો હતો. બપોરના સમયે સ્ટીલીંગ બેઝના પાણીના કિનારે તે હાથ ધોવા ગયો ત્યારે આકસ્મીક રીતે તેનો પગ લપસી જતા તે ઉંડા પાણીમાં પડી ગયો હતો. ઊંડા પાણીમાં કામદાર પડી જતા તાત્કાલિક મેન્જમેન્ટને જાણ કરાઈ હતી. ફાયર ફાઈટરોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું જો ખડકોની જહેમત બાદ આખરે લાપતા કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video