Narmada: ગોલ્ડન બ્રિજ પર નર્મદા ભયજનક સપાટીએ, ગોલ્ડન બ્રિજ અવરજવર માટે બંધ કરાયો

Narmada: ગોલ્ડન બ્રિજ પર નર્મદા ભયજનક સપાટીએ, ગોલ્ડન બ્રિજ અવરજવર માટે બંધ કરાયો

| Edited By: | Updated on: Aug 23, 2022 | 9:15 PM

ભરૂચમાં નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાય રહ્યું છે  અને  લોકોની સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજ (Golden bridge) અવરજવર  માટે બંધ કરવામાં આવ્યો છે જોકે  નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવશે.

ભરૂચના  (Bharuch) ગોલ્ડનબ્રિજ (Golden bridge) નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નદીની જળ સપાટી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર થઈ છે અને હાલની જળ સપાટી ભયજનક લેવલથી માત્ર 2 ફૂટ જ દુર છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ (Alert) કરવામાં આવ્યું છે લોકોને નદી કિનારે ના જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટી 24 ફૂટે પહોંચી

ભરૂચમાં નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાય રહ્યું છે  અને  લોકોની સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજ (Golden bridge) અવરજવર  માટે બંધ કરવામાં આવ્યો છે જોકે  નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવશે.

વડોદરાના ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા નદી તોફાની બની છે. ચાંદોદના મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા નર્મદા નદીમાં ડૂબી ગયા છે. હવે ફક્ત 13 પગથિયા જ બહાર દેખાય છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ચાંદોદ આસપાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્ર દ્વારા પણ લોકોને સોશિયલ મીડિયા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

ચાંદોદમાં લોકોને સાવચેત રહેવા સૂચના

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરામાં આવેલા ચાંદોદ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. મલ્હારરાવ ઘાટના ખુલ્લા થયેલા પગથિયા ફરી પાણીમાં ડૂબ્યા છે. મલ્હારરાવ ઘાટના વધુ 23 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. હાલ મલ્હારરાવ ઘાટના કુલ 81 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. હવે માત્ર 27 પગથિયા જ પાણીની બહાર છે. સરદાર સરોવર ડેમમાં 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બીજીવાર બે કાંઠે થઈ છે. ચાંદોદ ખાતે હાલ નર્મદા નદીની જળસપાટી સ્થિર છે. તેમ છતા લોકોને સાચવેત રહેવા સૂચના આપવામાં આવી છે. ચાણોદ, કરનાળી, ભીમપુરા અને નંદેરિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Published on: Aug 23, 2022 09:11 PM