Narmada: ઉત્તરાયણ નજીક આવતા ધમધમી ઉઠ્યા ગોળના કોલા, કેમિકલ વગરના ગોળનું મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે ઉત્પાદન

|

Jan 06, 2022 | 9:52 AM

નર્મદામાં ઉત્તરાયણ નજીક આવતા ગોળના કોલા ધમધમી ઉઠ્યા છે. અહીંયા કેમિકલ વગરનો ગોળ બની રહ્યો. જેની માગ પણ વધી રહી છે.

Narmada: ઉત્તરાયણ પર્વને (Uttrayan Festival) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ (Chemical free jaggery) બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. રાત દિવસ કલાકો સુધી કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. ઉત્તરાયણ પહેલા આ કોલામાં ગોળ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે શેરડીનું ઉત્પાદન મોટી માત્રામાં થયું છે.

શેરડીનું ઉત્પાદન વધુ માત્રામાં થયું હોવાથી ગોળનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. 3 માસ સુધી આ ગોળ બનાવવાની કામગીરી ચાલતી હોય છે. આ ગોળ બનાવતા મજૂરો મહારાષ્ટ્ર અને યુ.પીમાંથી આવતા હોય છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 5 થી 7 ટકાનો વધારો ભાવમાં જોવા મળશે. ગત વર્ષે કોરોના કાળ અને મજૂરોની અછતના પગલે ઓછું ઉત્પાદન થયું હતું. આ વખતે સારા ઉત્પાદનની આશા વેપારીઓ સેવી રહ્યા છે. ગોળની ડિમાન્ડમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: Surat: 6 મોતના જવાબદાર કોણ? ખુલ્લેઆમ ખાડીમાં ઠલવાતું હતું ઝેરી કેમિકલ, સચિન GIDCની ઘટનામાં ચોંકાવનારી વિગતો

આ પણ વાંચો: Surat : સુરતમાં જવેલરી ઉત્પાદકોનો નવતર પ્રોજેક્ટ, કર્મચારીઓની અછત ઉકેલવા મફત ટ્રેનિંગ આપવાનું શરૂ

Published On - 9:52 am, Thu, 6 January 22

Next Video