ગુજરાતમાં ઉજવવામાં આવશે નદી મહોત્સવ, સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટ પર કાર્યક્રમોનું આયોજન

|

Dec 22, 2021 | 8:25 PM

ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.. ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે.

ગુજરાતમાં(Gujarat)  26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાશે નદી મહોત્સવ (Nadi Mahotsav)   જેમાં અમદાવાદ(Ahmedabad)  ખાતે સાબરમતી(Sabarmati) નદી, સુરતમાં તાપી(Tapi)  નદી સહિત ત્રણ નદીઓ પર મહોત્સવનું આયોજન કરવામાં આવશે.. અમદાવાદની સાબરમતી નદી પર ચાર થીમ જેમ કે, સફાઈ દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની( Azadi Ka Amrit Mahotsav)  થઈ રહેલી ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.. ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે.

જેમાં સાબરમતીના તટ પર અમદાવાદ ખાતે, નર્મદા નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમ જ તાપીના તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.. તો આ આયોજનને લઇ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા.. અને કહ્યુ કે. સરકારના પાપે જ નદીઓ પ્રદૂષિત થઇ છે.. અને હવે તેઓ નદી મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ, 11 દિવસમાં નોંધાયા 182 કેસ

આ પણ વાંચો : અસિત વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી

Next Video