અમદાવાદ શહેર પોલીસે દેશભક્તિ સંગીત સંધ્યા કાર્યક્રમ દ્વારા સ્વતંંત્રતા દિવસની કરી ઉજવણી, જુઓ VIDEO

|

Aug 16, 2022 | 7:29 AM

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (harsh Sanghavi) ઉપસ્થિત રહ્યા હતો.તેમજ કાર્યક્રમમાં કિંજલ દવે,રાજલ બારોટ,વિક્રમ લાબડીયા અને હિમાંશુ ચૌહાણ જેવા કલાકારો આંમત્રિત કરવામાં આવ્યા હતા.

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ( Independence Day) હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi Amrit Mahotsav) ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad police) દ્વારા પણ દેશભક્તિ સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (harsh Sanghavi)  ઉપસ્થિત રહ્યા હતો.તેમજ કાર્યક્રમમાં કિંજલ દવે,રાજલ બારોટ,વિક્રમ લાબડીયા અને હિમાંશુ ચૌહાણ જેવા કલાકારો આંમત્રિત કરવામાં આવ્યા હતા.

BSFના જવાનોએ સપરિવાર અનોખી રીતે કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી

દેશભરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી થઈ હતી, ત્યારે આ બધાથી તદ્દન અલગ રીતે અમદાવાદમાં ( Border Security Force)ના જવાનો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. રજાઓના દિવસોમાં દેશવાસીઓ પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા અને રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે ત્યારે બોર્ડર પર રહીને દેશની સેવા કરતા આ જવાનો (soldiers) પોતાના પરિવારજનો સાથે આ પ્રકારનો સમય ગાળવાની વધારે તક મળતી નથી એટલા માટે જ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઈન્ડોલિયન ગ્રુપ દ્વારા BSFના જવાનો અને તેમનો પરિવાર સાથે રહીને રેસ્ટોરન્ટમાં જઈ શકે અને ખરા અર્થમાં નાચતા કુદતા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકે તે માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Video