હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને મોટી રાહત

|

Mar 19, 2024 | 6:20 PM

હિંમતનગર શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મુખ્ય માર્ગ પર જ દબાણો વધવાને લઈ વિદ્યાર્થીઓને માટે સમસ્યા સર્જાઇ હતી. વિદ્યાર્થીઓની અવર જવરથી લઇને વિદ્યાર્થીઓની સલામતી માટે પાલિકા દ્વારા આ મામલે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા બુલડોઝર ફેરવીને દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દરરોજ ત્રણ થી ચાર હજાર વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. સાયન્સ, ફાર્મસી અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટેનો મુખ્ય માર્ગ પર જ દબાણકારો દબાણ કરી દેવામાં આવ્યા હતા. તેમજ રોડ પર જ પાર્કિંગ કરી દેવામાં આવતા હતા અને જેની પર ટોળા વળીને દબાણકારોને ગ્રાહકો અને અન્ય ટોળાઓ બેસી રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

જેને લઈ આખરે ટ્રસ્ટને ધ્યાને આ મુદ્દો આવતા પાલિકાને આ મામલે ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. જેને પગલે પાલિકા દ્વારા દબાણકારોના દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક મોપેડ અને ટુવ્હિલરના શો રુમના પણ દબાણને દૂર કરવામાં આવતા મોટા પાયે જગ્યા ખુલ્લી થવા પામી હતી. સાથે જ પાર્કિંગ આડેધડ નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હવે આ વિસ્તારમાં પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવશે અને એ માટે પણ જિલ્લા પોલીસને ધ્યાન દોરવામાં આવ્યુ છે. જેથી વિદ્યાર્થીઓની સલામતિ જળવાઇ રહે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video