Monsoon 2024 : નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ,જુઓ Video

|

Jun 24, 2024 | 8:55 AM

છેલ્લા થોડા દિવસોથી સાનુકૂળ પરિસ્થિતિ ન થતા ચોમાસું નવસારીમાં જ અટવાયું હતુ. હવે ચોમાસું નવસારીથી આગળ વધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમૂક ભાગોમાં બેઠું છે.આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

13 દિવસ બાદ આખરે મેઘરાજાએ આળસ ખંખેરી છે અને હવે ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે. છેલ્લા થોડા દિવસોથી સાનુકૂળ પરિસ્થિતિ ન થતા ચોમાસું નવસારીમાં જ અટવાયું હતુ. હવે ચોમાસું નવસારીથી આગળ વધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમૂક ભાગોમાં બેઠું છે.આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચ્યુ છે, તો સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ચોમાસું બેઠું છે. આખરે ચોમાસું આગળ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રાજકોટ,અમરેલી,અને બોટાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ છે.વરસાદ વરસતા અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત,તો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.અમરેલીમાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા.લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી.તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકોના આતુરતાનો અંત આવ્યો છે અને મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીરસોમનાથ,જામનગર,ડાંગ સહિત રાજ્યના અનેક શહેરોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:55 am, Mon, 24 June 24

Next Video