Weather in Abu: હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં (Mount Abu) કેટલાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જ્યાં લઘુતમ તાપમાન 0 ડીગ્રી જોવા મળ્યું હતું. જેના કારણે મેદાની વિસ્તારો, ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત, રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી (Snow in abu) ગયો હતો. હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ હવામાનની મજા માણી રહ્યા છે તેમજ બાળકો બરફ સાથે રમતા જોવા મળ્યાં હતાં. વહેલી સવારના પ્રવાસીઓ નખી લેકની ટૂર પર જતા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ લોકોના જનજીવન પર અસર થઈ છે, લોકો લાંબા સમય સુધી ઘરમાં જ રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડી મામલે કોલ્ડવેવની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી હતી. કોલ્ડવેવ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ગુજરાતમાં ડ્રાય વેધર અને ભારે ઠંડી જોવા મળી હતી. તો આગાહી પ્રમાણે આજે હજુ ઠંડીનો અનુભવ થઇ શકે છે. આ બાદ 2 ડીગ્રી તાપમાન વધશે.
આ પણ વાંચો: Ahmedabad: કાચા માલમાં ભાવ વધારાથી ટેક્સટાઇલ વેપારીઓ ચિંતામાં, GST મુદ્દે વેપારીઓ આકરા પાણીએ