પ્રચારમાં ફરી ગૂંજ્યો માતાનો મુદ્દો, આપના અલ્પેશ કથિરિયાનું નિવેદન કોઈ પક્ષ પ્રચારમાં પરિવારને વચ્ચે ન લાવે

|

Nov 26, 2022 | 11:19 PM

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પ્રચારમાં ફરી માતાનો મુદ્દો ગૂંજ્યો છે. કુમાર કાનાણીના અલ્પેશ કથિરિયાના માતા વિશેના નિવેદન બાદ અલ્પેશ કથિરિયાએ વળતો પલટવાર કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મુદ્દા ઓછા હોય તો હવે માતાના મુદ્દે રાજનીતિ તેજ થઈ છે. અલ્પેશ કથીરિયાની માતાના ઘૂંટણનું ઓપરેશન ‘માં અમૃતમ કાર્ડ’થી કરાયું હોવાનું ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી દ્વારા પ્રચારમાં જાહેરમાં ઉછાળ્યા બાદ માનો મુદ્દો ફરી ગુંજયો છે. ત્યારે આ અંગે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે રાજનીતિમાં કોઈપણ પ્રકારના પરિવારવાદ ન હોવો જોઈએ. રાજનીતિ રાજનીતિની રીતે રહેવી જોઈએ. પરિવારના સભ્યોને વચ્ચે લાવવા યોગ્ય નથી.

ફરી ઉઠ્યો માતાનો મુદ્દો

વધુમાં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતુ કે કોઈપણ પક્ષ હોય કે નેતા હોય ‘પરિવાર’ને પ્રચારના મુદ્દા ન બનાવે. આપને જણાવી દઈએ કે અલ્પેશ કથીરિયાના માતાના ઘૂંટણનું ઓપરેશન ‘માં અમૃતમ કાર્ડ’થી કરાયું હોવાનું ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી દ્વારા પ્રચારમાં જાહેરમાં ઉછાળ્યા બાદ માનો મુદ્દો ફરી ગુંજયો છે. આ અંગે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે પ્રચારમાં પરિવારના સભ્યોને વચ્ચે લાવવા યોગ્ય નથી.

‘મા’ પર રાજકારણ

અગાઉ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદીના માતા હિરાબા વિશે વિવાદી નિવેદન આપ્યુ હતુ. ત્યારબાદ ભાજપના નેતાઓએ આ મુદ્દાને ઘણો ઉછાળ્યો હતો અને આપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે ગોપાલ ઈટાલિયાના શબ્દોને લોકો સુધી પહોંચાડી અને આપને સંસ્કાર વિરોધી પાર્ટી ગણાવી હતી. હવે ભાજપના જ નેતાઓ ગોપાલ ઈટાલિયાના માતા-પિતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. બાકી હતુ તો વરાછામાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાના માતાનો મુદ્દો લઈ આવતા મા પર રાજકારણ ગરમાયુ છે.

Next Video