Surat : ‘સામાજીક બાબતોમાં રાજકારણ ન કરો ‘ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નામ લીધા વિના AAP ને આડાહાથ લીધી

|

Sep 18, 2022 | 9:00 AM

હર્શ સંઘવીએ AAP પર પ્રહાર કરતા કહ્યું કે,લોકહિત માટે ડાયમંડ હોસ્પિટલ મોટી બનાવવા માટે મનપાએ મફતમાં જમીન આપી છે. પરંતુ અમુક લોકો આ સમાજીક કામમાં વિરોધ (Protest)  કરી રહ્યા છે.

સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghavi)  નામ લીધા વિના AAP પાર્ટીના લોકો પર પ્રહાર કર્યા છે. સુરતના (Surat) વરાછા વિસ્તારમાં ડાયમંડ હોસ્પિટલની જગ્યા આપતા AAPના કોર્પોરેટરોએ (Corporator) વિરોધ કર્યો હતો. જેના પર હર્ષ સંઘવીએ AAP પાર્ટીને આડેહાથ લીધી હતી અને કહ્યુ હતું કે, લોકહિત માટે ડાયમંડ હોસ્પિટલ મોટી બનાવવા માટે મનપાએ મફતમાં જમીન આપી છે. પરંતુ અમુક લોકો આ સમાજીક કામમાં વિરોધ (Protest)  કરી રહ્યા છે. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તેમજ સામાજીક બાબતોમાં રાજકારણ ન કરવા પણ સંઘવીએ ટકોર કરી છે.

હર્ષ સંઘવીએ કેજરીવાલને ગણાવ્યા હતા ‘કલાકાર’

થોડા દિવસો અગાઉ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રિક્ષાચાલકને ત્યાં ભોજનના આમંત્રણ કરેલો સ્વીકાર ચર્ચાનો વિષય બન્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ટ્વીટ કરીને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને મોટા કલાકાર ગણાવ્યા.

Next Video