વડોદરા : પૂર્વ ભારતીય ક્રિકેટરના ઘરે SOGના દરોડા, 1.39 કરોડની રોકડ જપ્ત, જુઓ વીડિયો

|

Mar 03, 2024 | 7:04 PM

પોલીસે રોકડ રકમ વિશે પૂછતા પૂર્વ ક્રિકેટર સંતોષકારક ખુલાસો આપી ન શકતા SOG પોલીસે પૂર્વ ક્રિકેટરની અટકાયત કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિક્રાંત રાયપતવાર અને અમિત જળીતની પણ અટકાયત કરવામાં આવી છે. પૂર્વ રણજી ક્રિકેટર અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના વડોદરા ખાતેના ઘરે SOG પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન SOGએ પૂર્વ રણજી ક્રિકેટર તુષાર આરોઠેના ઘરેથી 1.39 કરોડની રોકડ જપ્ત કરી છે. તુષાર આરોઠેને તેમના પુત્ર રિષી આરોઠેએ આંગડીયા મારફતે કરોડોની રોકડ રકમ મોકલી હતી.

પોલીસે રોકડ રકમ વિશે પૂછતા તુષાર આરોઠે સંતોષકારક ખુલાસો આપી ન શકતા SOG પોલીસે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની અટકાયત કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિક્રાંત રાયપતવાર અને અમિત જળીતની પણ અટકાયત કરવામાં આવી છે. પૂર્વ રણજી ક્રિકેટર રિષી આરોઠે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.

(With Input : Prashant Gajjar)

Next Video