એ…એ….ધડામ ! ટંકારામાં સ્કૂલ બસ પહોંચે ત્યાં જ પ્રવેશદ્વાર થયો ધરાશાયી, જુઓ ઘટનાના LIVE દ્રશ્યો

|

Dec 07, 2022 | 6:48 AM

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, દરવાજા નજીક સ્કૂલ બસ પહોંચી રહી છે, ત્યાં અચાનક જ પ્રવેશદ્વાર ધડાકાભેર ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા.

મોરબીના ટંકારામાં પ્રવેશદ્વાર ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. ઉગમણા નાકાનો પ્રવેશદ્વાર તૂટતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે પ્રવેશદ્વાર પાસે સ્કૂલ બસ પહોંચે તે પહેલા જ ધરાશાયી થયો હતો. જેને લઈને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રવેશદ્વાર ધરાશાયીની ઘટના CCTV માં કેદ થઈ હતી. જયાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, દરવાજા નજીક સ્કૂલ બસ પહોંચી રહી છે, ત્યાં અચાનક જ પ્રવેશદ્વાર ધડાકાભેર ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. જો કે બાળકોને કોઈ પણ પ્રકારની ઈજા ન થતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા

થોડા દિવસો અગાઉ ગાંધીનગરમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ગાંધીનગર ચ-6 સર્કલ પાસે એક સ્કૂલવાન બાળકોને લઈને પસાર થઈ રહી હતી. એ સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલી ખાનગી બસના ચાલકે આ સ્કૂલવાનને ભયંકર ટક્કર મારી હતી. જે બાદ સ્કૂલવાન દૂર સુધી ફેંકાઈ હતી.

આ ટક્કર એટલી ભયંકર હતી કે આખી સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં સ્કૂલવાનમાં બેસેલા 10 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી. એ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Published On - 5:26 pm, Tue, 6 December 22

Next Video