Morbi: સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, મચાવી ધમાલ – જુઓ વિડીયો

|

May 21, 2022 | 8:11 PM

આ ઘટનાનો વિડીયો સોશીયલ મીડીયામાં (Social Media) પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આખલાએ દવાખાનામાં ઘુસીને ઉધમ મચાવ્યો હતો.

Morbi: હળવદમાં બંધ હાલતમાં રહેલા ક્લિનિકમાં આખલો ઘુસી ગયો હતો અને તેણે દવાખાનામાં રાખવામાં આવેલા દવાના જથ્થાને નુક્સાન પહોચાડ્યું હતું. સાંભળવામાં ફની લાગતો આ કિસ્સો જીવલેણ પણ બની ગયો હોત જો દવાખાનામાં કોઈ દર્દી હોત. આ ઘટનાનો વિડીયો સોશીયલ મીડીયામાં (Social Media) પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આખલાએ દવાખાનામાં ઘુસીને ઉધમ મચાવ્યો હતો અને દવાના બોક્સની રેલમછેલ કરી દીધી હતી.

હોસ્પીટલના ઇન્ચાર્જ ડો. હર્ષિતા પટેલના જણાવ્યા મુજબ હળવદમાં મમતા કલીનીક આવેલું છે જે હાલ બંધ હાલતમાં છે. આ બંધ પડેલા મમતા કલીનીકમાં ટીકર પીએચસી દ્વારા દવાનો જથ્થો રાખવામાં આવે છે. શુક્રવારે દવાનો જથ્થો રાખવા માટે રૂમ ખોલવામાં આવ્યો હતો ત્યારે આખલો ઘુસી ગયો હતો.

આખલાને જોઈને દોડધામ મચી ગઈ હતી. તેમજ સ્ટાફમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આખરે આખલો બહાર નીકળ્યો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, આખલો દવાખાનામાં ઘુસી ગયો છે અને દવાઓ ખાવા લાગ્યો. સદનસીબે કોઈ જાન હાનીના સમાચાર નથી.

Next Video