Morbi: હળવદ GIDC દુર્ઘટનામાં 6 આરોપીની પોલીસે કરી ધરપકડ, બે આરોપીની શોધખોળ શરૂ

હળદ GIDCમાં આવેલા 'સાગર સોલ્ટ' નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ગોજારી (Halvad GIDC TRagedy) ઘટના ઘટી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 8:24 AM

Morbi Tragedy : મોરબીની (Morbi) હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં દીવાલ પડવાની દુર્ઘટના(Halvad) મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દીવાલ પડવાની દુર્ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.તમને જણાવી દઈએ કે, પકડાયેલા આરોપીમાં કારખાનાના માલિક અફઝલ ધોણિયા, સંચાલક વારિસ ધોણિયા, આત્મરામ ચૌધરી, સુપરવાઈઝર સંજય, મનુ અને આશિક સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે હળદ GIDCમાં આવેલા ‘સાગર સોલ્ટ’ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ગોજારી (Halvad GIDC TRagedy) ઘટના ઘટી હતી. મીઠાના કારખાનામાં (Factory) દીવાલ ધરાશાયી થતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હતા. જેમાંથી 12 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

મીઠાની ગુણીનું દબાણ આવતા દીવાલ પડી

સાગર સોલ્ટ કારખાનામાં સિમેન્ટના બેલાની દીવાલ ચણેલ હોય જેમાં એક પણ બીમ, કોલમ કે પાયા ઉભા કરવામાં આવ્યા ન હતા. દીવાલ નબળી હોવાનું જાણતા હોય છતાં દીવાલના લગોલગ મીઠું ભરેલ પ્લાસ્ટિકની બોરી રાખી દીવાલની ઉંચાઈ કરતા વધુ ઉંચાઈ સુધી ગોઠવી હતી. મીઠાની બોરીઓનું દબાણ આવતા દીવાલ પડી હતી. બાળક, તરુણ સહિત 12 લોકોના મૃત્યુ થયા હતા

આઠમાંથી છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા

ઉલ્લેખનીય છે કે, મોરબી (Morbi Latest News) જીલ્લાના હળવદ GIDCમાં દીવાલ પડતા 12 શ્રમિકોના મોત મામલે પિતા અને બેન ગુમાવનાર રાજેશભાઈ ઉર્ફે લખુ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહિત 8 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં બાળ મજુરી કરાવવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">