Gujarat Weather Forecast : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

|

Aug 06, 2023 | 7:07 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આજે રવિવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

 Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ( Rain Forecast  ) વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આજે રવિવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે ગાંધીનગર અને અમદાવાદમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના, જુઓ Video

તેમજ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયા કાંઠે 40થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નહી થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેવુ રહેશે તાપમાન

આજે રવિવારે અમદાવાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જુનાગઢ,નર્મદા, સુરેન્દ્રનગરમાં દિવસ દરમિયાન 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમરેલી, આણંદ, ભરુચ, જામનગર, મહીસાગર,મહેસાણા, પાટણ, વડોદરા દિવસ દરમિયાન 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ ખેડામાં દિવસ દરમિયાન 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ કચ્છ અને સુરત જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી,બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વલસાડ જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video