Gujarat Weather Forecast : આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Jul 13, 2023 | 8:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરુવારે અમદાવાદ જિલ્લામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી,બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, મહેસાણા,પંચમહાલ જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, પોરબંદર, વડોદરા, વલસાડ જેવા જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો તાપી,સુરત, દાહોદ જેવા જિલ્લાઓમા 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ Video

રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થઈ શકે છે.

તો 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયો સિઝનનો 60 ટકા વરસાદ પડ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો