Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં છૂટો- છવાયો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video
જો કે હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી. જેના પગલે આગામી કેટલાક દિવસમાં ભારે વરસાદ વરસવાની સંભાવના નહિવત છે. તો બીજી તરફ દરિયાકાંઠે 40થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, મહેસાણા, નવસારી, પોરબંદર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે તો આ તરફ આજે અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ડાંગ, ખેડા, પાટણ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ છોટાઉદેપુર, ગાંધીનગર, સાબરકાંઠા, વલસાડમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે સોમવારે અરવલ્લી, બોટાદ, જામનગર, સુરત, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો