Monsoon 2023: બાયડમાં વરસાદી પાણી કોઝવે પર 3 ફુટ ફરી વળ્યા, 50 ગામોને હાલાકી, જુઓ Video

Monsoon 2023: બાયડમાં વરસાદી પાણી કોઝવે પર 3 ફુટ ફરી વળ્યા, 50 ગામોને હાલાકી, જુઓ Video

| Updated on: Sep 17, 2023 | 7:23 PM

બાયડના ગાબટ-સાઠંબા વચ્ચેના કોઝવે પર ત્રણ ફુટ જેટલો પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળવાને લઈ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાામાં આવ્યો છે. વાહનચાલકો કોઝવે પર થી પસાર થવા માટે જોખમ ના ખેડે એ માટે થઈને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે. વિસ્તારમાં છ થી સાત ઈંચ વરસાદ રવિવારે દિવસ દરમિયાન વરસ્યો છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ ધોધમાર વરસ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસ્યો હોવાના સમાચાર છે. આ દરમિયાન બાયડના ગાબટ અને સાઠંબા તરફ કોઝવે ઓવરફ્લો થવાને લઈ 50 જેટલા ગામના રસ્તાઓ પર અવર જવર કરવાને લઈ સમસ્યા સર્જાઈ છે. વાહન વ્યવહાર કોઝવેથી બંધ થઈ જવાને લઈ લોકોએ અન્ય માર્ગો થઈને ફરીને જવુ પડી રહ્યુ છે. જોકે ખેડૂતો માટે રાહતની વાત છે કે, વરસાદને લઈ નદી નાળા છલકાતા હવે સિંચાઈની સમસ્યા ઉકેલાઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ Narmada: પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક નર્મદાનો પ્રવાહ વધતા ફસાયા, NDRFએ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video

બાયડના ગાબટ-સાઠંબા વચ્ચેના કોઝવે પર ત્રણ ફુટ જેટલો પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળવાને લઈ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાામાં આવ્યો છે. વાહનચાલકો કોઝવે પર થી પસાર થવા માટે જોખમ ના ખેડે એ માટે થઈને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે. વિસ્તારમાં છ થી સાત ઈંચ વરસાદ રવિવારે દિવસ દરમિયાન વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 17, 2023 07:23 PM
g clip-path="url(#clip0_868_265)">