છોટાઉદેપુરના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો

|

Dec 19, 2021 | 6:13 PM

છોટાઉદેપુરમાં કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી

ગુજરાતમાં(Gujarat) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchayat Election)દરમ્યાન છોટાઉદેપુરમાં કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે(Aeshra Patel)  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી. કાવીઠામાં મહિલા અનામત સીટ હોવાથી ચાર મહિલાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

ગુજરાત(Gujarat)વિધાનસભા-2022ની ચૂંટણી પૂર્વે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchyat Election) માટે મતદાન શરૂ થયું છે. જેમાં રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે કુલ 27 હજાર 200 સરપંચોનું(Sarpanch)ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. જેમાં આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ(Sukhram Rathva)પણ મતદાન(Voting)કર્યું છે. તેમણે  છોટા ઉદેપુરના  કવાંટ તાલુકાના જામલી ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે મતદાન બાદ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ છે. આ ઉપરાંત તેમણે વિધાનસભા લોકસભા ચૂંટણી પણ બેલેટ પેપરથી થવી જોઈએ તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં(Gujarat) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchayat Election) ચાર વાગે સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન(Voting) નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

આ પણ  વાંચો : ઓનલાઇન ગેમ રમવાની લતે 12 વર્ષના પુત્રને ચોર બનાવ્યો, પિતાએ પુત્ર અને મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો : SABARKANTHA : પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતદારોમાં અનેરો ઉત્સાહ

Next Video