Amreli : ચૂંટણીના પરિણામ પહેલા નેતાજી ફુલ હવામાં ! સાવરકુંડલાના કોંગી ઉમેદવાર પ્રતાપ દુધાતે પોલીસને ખુલ્લેઆમ આપી ધમકી

|

Nov 26, 2022 | 9:45 AM

પ્રતાપ દુધાતે પોલીસ અધિકારીને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા. અને એક સભા દરમિયાન પોલીસ અધિકારીનું નામ લીધા વગર આક્રમક ભાષણ આપ્યું હતું.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :અમરેલીના સાવરકુંડલાના કોંગી ઉમેદવાર પ્રતાપ દુધાતે પોલીસને ખુલ્લેઆમ ધમકી આપી છે. પ્રતાપ દુધાતે પોલીસ અધિકારીને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા. અને એક સભા દરમિયાન પોલીસ અધિકારીનું નામ લીધા વગર આક્રમક ભાષણ આપ્યું હતું. અહીં લોકોને સંબોધન આપતા ઉચ્ચ અધિકારી વિશે પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, હું બીજા પોલીસકર્મીઓની વાત નથી કરતો, માત્ર એક મોટા અધિકારીની વાત કરું છું, જેઓ આજકાલ ભાજપના પ્રમુખ બનીને કામ કરી રહ્યા છે. પ્રતાપ દૂધાતે વધુમાં કહ્યુ કે, પહેલી તારીખ સુધી પોલીસની છે, પછી બીજી તારીખ મારી છે.

પ્રતાપ દુધાતે પોલીસ અધિકારીને ભાજપના એજન્ટ ગણાવ્યા

તો ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ રામએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર મારફતે રાજીનામું આપ્યું છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બાબુ રામ ભાજપમાં જોડાશે. સભામાં બાબુ રામ સહિત તેમના સમર્થકો અમિત શાહના હસ્તે કેસરીયો ધારણ કરશે.

Next Video