બનાસકાંઠા : પાલનપુર પંથકમાં સગીરા સાથે વિધર્મીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠા : પાલનપુર પંથકમાં સગીરા સાથે વિધર્મીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Dec 07, 2023 | 6:36 PM

આરોપીએ સગીરાને કપડા લેવાની લાલચ આપી ફોસલાવીને કારમાં બેસાડી અને સગીરાનું અપહરણ કર્યા બાદ અમદાવાદ, મોરબી અને જૂનાગઢ લઇ ગયો. જે બાદ વિધર્મી યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાની માતાને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ગઢ પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે સગીરાને ફોસલાવી અને કારમાં બેસાડીને અપહરણ કર્યું અને વિવિધ સ્થળ પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા કેટરર્સમાં ભોજન પીરસવાનું કામ કરવા જતી હતી તે દરમિયાન વિધર્મી યુવકે ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આરોપીએ સગીરાને કપડા લેવાની લાલચ આપી ફોસલાવીને કારમાં બેસાડી અને સગીરાનું અપહરણ કર્યા બાદ અમદાવાદ, મોરબી અને જૂનાગઢ લઇ ગયો. જે બાદ વિધર્મી યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાની માતાને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિધર્મી યુવક વાસણ (ધાણધા)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો, પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો