Ahmedabad: અમરાઇવાડી પોલીસની ગેરવર્તણુંક મામલે મેટ્રો કોર્ટની લાલ આંખ, અમરાઇવાડીના PSI બારોટ અને PI રૉઝિયાને ફટકારી નોટિસ

|

Feb 26, 2022 | 8:37 AM

પોલીસ દ્વારા ગોંધી રખાયેલા આરોપીની પત્ની દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.અરજીમાં જણાવવામાં આવ્યુ હતુ કે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ તેના પતિની એક બાદ એક એમ 3 ગુનામાં અટકાયત કરવામાં આવી હતી.

આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા મામલે મેટ્રો કોર્ટે અમદાવાદ (Ahmedabad)ના અમરાઈવાડી પોલીસ સ્ટેશન(Amraivadi Police station)ના PI અને PSI સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. આરોપીને ગોંધી રાખવા મૂદ્દે તેમજ કોર્ટ સમક્ષ ગેરવર્તણુક કરવા મામલે કોર્ટે બંને પોલીસ કર્મીઓને નોટિસ ફટકારી છે.

આરોપીને ગેરકાયદે ગોંધી રાખવા મામલે મેટ્રો કોર્ટે અમરાઇવાડી પોલીસના PSI બારોટ અને PI રૉઝિયા સામે લાલ આંખ કરી છે. કોર્ટે પોલીસની બેદરકારીની નોંધ લઇ પોલીસ કમિશનરને નોટિસ ઇસ્યૂ કરી છે. બચાવ પક્ષે કરેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જામીન મળ્યા બાદ પણ અમરાઇવાડી પોલીસે ખોટી રીતે અલગ-અલગ ગુનામાં આરોપીની અટકાયત કરી ગોંધી રાખ્યો હતો. જે અંતર્ગત કોર્ટે PSI નીરજ બારોટને જવાબ રજૂ કરવા અંગે કહેતા PSI બારોટ કોર્ટમાં કંઇ પણ કહ્યા વગર જ બહાર જતા રહ્યા હતા. પોલીસકર્મી કોર્ટને અધવચ્ચે છોડીને ભાગી ગયાની ચર્ચા વચ્ચે ACP કોર્ટમાં દોડી આવ્યા હતા. સમગ્ર મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને બેદરકારી બદલ જવાબ રજૂ કરવા પોલીસને નોટિસ ફટકારી હતી.

પોલીસ દ્વારા ગોંધી રખાયેલા આરોપીની પત્ની દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.અરજીમાં જણાવવામાં આવ્યુ હતુ કે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ તેના પતિની એક બાદ એક એમ 3 ગુનામાં અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અમરાઇવાડીના PSI બારોટ અને PI રૉઝિયાને નોટિસ ફટકાર્યા બાદ પણ યોગ્ય જવાબ ન મળતા કોર્ટે પોલીસ કમિશનર મારફતે નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો-

Devbhumi dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરનો બીજો દિવસ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેશે

આ પણ વાંચો-

અમદાવાદ : અમદાવાદનો 600મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો

Next Video