ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો ! આગામી બે-ત્રણ દિવસ સુસવાટા સાથે પવન ફુંકાતા તીવ્ર ઠંડી અનુભવાશે

|

Jan 24, 2023 | 8:36 AM

રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સૌરાષ્ટ્રમાં સુસવાટા સાથે પવન ફુંકાશે. જેને કારણે ઠંડીમાં વધારો થઇ શકે છે.

ગુજરાતવાસીઓને હાલ નહીં મળે ઠંડીથી રાહત. રાજ્યમાં હજુ પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ સૌરાષ્ટ્રમાં સુસવાટા સાથે પવન ફુંકાશે. જેને કારણે ઠંડીમાં વધારો થઇ શકે છે. ભારે પવનને કારણે સૌરાષ્ટ્રભરમાં દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. તો બીજી તરફ વાદળછાયું વાતારણ રહેશે. જેને કારણે આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી થોડી રાહત મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં સુસવાટા સાથે પવન ફુંકાશે

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર દિલ્લી, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું માનીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં 25 તારીખ સુધી એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવશે જેના કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ ડિસ્ટરબન્સની અસર પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી વર્તાશે એટલે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. તો સાથે પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.

Published On - 8:01 am, Tue, 24 January 23

Next Video