આજનું હવામાન : રાજ્યમાં જોવા મળી શકે છે ગરમીનો કહેર, જાણો ક્યા વિસ્તારમાં વધારે શેકાવાનું થશે, જુઓ વીડિયો

|

Mar 29, 2024 | 9:52 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. હજૂ આગામી કેટલાક દિવસો ગરમીનો ત્રાસ વધશે તેવી આગાહી કરવામાં આવીવ છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ગરમી કહેર મચાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. હજૂ આગામી કેટલાક દિવસો ગરમીનો ત્રાસ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ગરમી કહેર મચાવશે.જેમાં સૌરાષ્ટ્રથી લઇને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત સુધીમાં લોકો ગરમીથી ત્રાહીમામ્ પોકારી ગયા છે. સવારની સાથે ગરમીનો પારો ઉંચે જતો રહે છે.

ક્યા વિસ્તારમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ,ભાવનગર, પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટ, ભૂજ, સુરત,વલસાડ સહિતના વિસ્તારમાં 33ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોરબંદરમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video