ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા નીરની આવક, જળસપાટી 607.08 ફૂટ પર પહોંચી

|

Aug 12, 2022 | 12:36 PM

ઉતર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમની (Dharoi Dam) જળ સપાટી વધી છે. હાલ જળાશયની સ્થિતિની વાત કરીએ તો 607.08 ફૂટ પર પહોંચી છે

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ભારે વરસાદને (Heavy rain) પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 75 ટકા કરતા વધુ વરસાદ (Rain) વરસી ચુક્યો છે. જેના પગલે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે.ઉતર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમની (Dharoi Dam) જળ સપાટી વધી છે. હાલ જળાશયની સ્થિતિની વાત કરીએ તો 607.08 ફૂટ પર પહોંચી છે.જો ધરોઈ ડેમની ભયજનક જળ સપાટીની વાત કરીએ તો 622 ફૂટ છે.હાલ ડેમમાં 6944 ક્યુસેક વરસાદી પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 50.79 ટકા થયો છે.

ગુજરાતના જળાશયોની સ્થિતિ

હાલ રાજ્યના 68 જળાશયોમાં ઓગસ્ટ-2023 સુધી ચાલે તેટલો પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.તો રાજ્યના 69 જળાશયો 100 ટકા ભરાયા છે.જ્યારે 12 જળાશયો 80 થી 90ટકા ભરાયા છે.કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના (Irrigation Scheme)જળાશયો 70 ટકા ભરાયા છે.આપને જણાવી દઇએ કે છેલ્લા 13 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જથ્થો જળાશયોમાં સંગ્રહિત થયો છે.

નર્મદા ડેમની જળ સપાટી વધી

અવિરત વરસાદના પગલે નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી સતત વધી રહી છે.ડેમની સપાટી હાલ 133.51 મીટર પર પહોંચી છે.ડેમમાં પાણીની 232208 ક્યુસેક આવક થઈ છે,જ્યારે જાવક માત્ર 49487 ક્યુસેક છે. તમને જણાવી દઈએ કે,ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે,જેથી ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર હોવાથી ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે.ડેમનું યોગ્ય લેવલ જાળવવા આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નર્મદા નદીમાં તબક્કા વાર 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે.

Published On - 12:35 pm, Fri, 12 August 22

Next Video